જોવાલાયક સ્થળો
નિલમ બાગ પેલેસ
જર્મન આર્કીટેક્ટ મિ. સિમસન દ્વારા ૧૮૫૯ માં નિલમબાગ પેલેસનું ભવ્ય બાંધકામ કરવામાં આવ્યું હતું. આ મહેલ ગુજરાત રાજ્યમાં એક પ્રખ્યાત હેરીટેજ હોટલમાં રૂપાંતરિત થયો છે. આ હોટલ ભવ્ય, શાહી, આકર્ષક અને આધુનિક વૈભવી સગવડતાનું એક અદભુત ઉદાહરણ છે.
અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ
ભાવનગર શહેરથી આશરે 50 કિલોમીટર દૂર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલ છે. તે વિશ્વનો સૌથી મોટો વહાણ ભાંગી ને રીસાઇક્લ કરનાર યાર્ડ છે. મોટાભાગના સુપરટૅન્કર્સ, કાર ફેરિસ, કન્ટેનર જહાજો અને દરિયાઈ લાઇનરો ને અહીં હજારો ની સંખ્યામાં કામ કરતા મજદુરો ની મદદ થી તોડવામાં આવે છે.
તખ્તેશ્વર મંદિર
તખ્તેશ્વર મંદિર ભાવનગર શહેરની મધ્ય્માં એક ટેકરી પર આવેલ છે. તે સફેદ આરસ પહાણ થી બનેલ ભગવાન શંકર નું મંદિર છે. આ મંદિર શહેર મા આવેલું સુંદર જોવા લાયક સ્થળ છે. આ મંદિર ઉંચાઇ પર આવેલ હોવાથી પુરા શહેરનો સુંદર નજારો અહીંથી જોઇ શકાય છે.