પાલીતાણા જૈન દેરાસર
ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણા શહેરમાં શેત્રુંજય પર્વત ઉપર જૈન ધર્મના દેરાસરો/મંદીરો આવેલ છે. આ પાલીતાણા શહેર વર્ષો પહેલા પદલીપ્તપુરના નામે જાણીતુ હતું, જેને મંદીરોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આવેલ પાલીતાણા અને ઝારખંડ રાજ્યમાં આવેલ શિખરજી બંને યાત્રાધામ જૈન સમુદાયના લોકો માટે ખુબ જ પવિત્ર ધાર્મિક સ્થળ માનવામા આવે છે. આ જૈન દેરાસરો ફ્ક્ત દેવો માટેનું જ નિવાસ સ્થાન હોઇ આ પવિત્ર સ્થળે કોઇ પણ વ્યક્તિને રાતવાસો કરવાની મનાઇ છે, જૈન ધર્મ ના સાધુઓ માટે પણ આ નિયમ લાગુ પડે છે.
જૈન સમુદાયના દરેક લોકો માને છે કે મોક્ષ મેળવવા માટે જિંદગીમાં એક વાર આ પવિત્ર દેરાસરો ની મુલાકાત તો લેવી જરૂરી છે. શેત્રુંજય પર્વત ઉપર આવેલ આ જ્ગ્યાને જૈન ધર્મમા માનનારા ખુબ જ પવિત્ર માને છે અને અહી હજારોની સંખ્યામા દેરાસરો આવેલા છે. આ પર્વત ઉપર આરસમાં સુંદર બારીક કોતરણી કામવાળા લગભગ ૮૬૩ દેરાસરો આવેલ છે. મુખ્ય દેરાસર સુધી જવા માટે ૩૫૦૦ પગથીયા ચડવા પડે છે. એવુ કહેવામા આવે છે કે ભગવાન નેમીનાથ સિવાય, ૨૩ તીર્થકરો દ્વારા આ જ્ગ્યાની મુલાકાત લઇને તેને પવિત્ર કરવામાં આવી હતી. ભગવાન રીષભદેવ જે પ્રથમ તીર્થંકર હતા તેમને મુખ્યમંદીર સમર્પીત કરાવામાં આવેલ છે, જે શ્વેતામંબર જૈન મુર્તીપુજક પંથ માટે ખુબ જ પવિત્ર ધાર્મિક સ્થાન છે. દીગંબર જૈન પંથ માટે એક દેરાસર આવેલ છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
એરપોર્ટ દ્વારા નજીક ભાવનગર એરપોર્ટ છે જે પાલિતાણાથી 55 કિલોમીટર છે.
ટ્રેન દ્વારા
ભાવનગર અને મુંબઈથી રેલવે સાથે જોડાયેલું.
માર્ગ દ્વારા
ગુજરાત રાજ્યનાં તમામ મુખ્ય શહેરો સાથે ખૂબ જ સારી રીતે રોડ કનેક્ટિવિટી છે.