મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૮ મુજબ રાજ્ય સરકાર કલેક્ટરની નિમણુંક કરે છે. બૃહદ મુંબઇ રાજ્યમાં ડિવિઝનલ કમિશ્નર જમીન મહેસૂલ અધિનિયમની અમલવારી થાય તેની દેખરેખ રાખતા હતા. ૧૫ ઓગષ્ટ ૧૯૫૦ થી ડિવિઝનલ કમિશ્નરનું પદ રદ્દ કરવામાં આવ્યુ અને જમીન મહેસૂલ અધિનિયમ અને અન્ય નિયમો અંગેની સત્તાઓ કલેક્ટરને સોંપવામાં આવી અને તદ્દનુસાર કલેક્ટરને તેમના જિલ્લામાં વિવિધ કાયદાઓની જોગવાઇઓની અમલવારી માટેની જવાબદારી સોંપવામાં આવી.
કલેક્ટર એ વહીવટ અને કાયદાની અમલવારી માટે સરકાર અને જનતા વચ્ચે એક અગત્યની કડી હોઇ સમય જતા કલેક્ટર પર કામનું ભારણ વધ્યુ છે. જિલ્લા કક્ષાએ સરકારના સીધા પ્રતિનિધિ હોઇ કલેક્ટર જિલ્લાના વહીવટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કલેક્ટર સમગ્ર જિલ્લાના અન્ય તમામ વિભાગોનું સંકલન કરે છે તેથી તેમને જિલ્લાના મુખ્ય સંકલન અધિકારી પણ ગણવામાં આવે છે. સાંપ્રત સમયમાં વહીવટ વધુ ઝડપી બન્યો છે અને નાગરિકોને તેમાં કેન્દ્રસ્થ સ્થાન આપવામાં આવ્યુ છે. જનસામાન્યની વહીવટી તંત્ર તરફની અપેક્ષાઓને પહોંચી વળવા માટે માહિતી અને સંચાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વહીવટ વધુને વધુ સરળ, પારદર્શક, કાર્યદક્ષ અને પ્રજાભિમુખ બને તે આજના સમયની માંગ છે.
ક્રમ નં | કલેકટરનું નામ | જોડાયા તારીખ | કાર્યકાળની તારીખ |
---|---|---|---|
1 | શ્રી જે. કે. મોદી | ૦૧-૦૬-૧૯૪૮ | ૩૦-૦૯-૧૯૪૮ |
2 | શ્રી એલ. ડી. દવે | ૦૧-૧૦-૧૯૪૮ | ૦૮-૦૩-૧૯૫૦ |
3 | શ્રી આર. કે. ત્રિવેદી | ૦૯-૦૩-૧૯૫૦ | ૨૮-૦૪-૧૯૫૨ |
4 | શ્રી જે. એલ. જોબનપુત્રા | ૨૯-૦૪-૧૯૫૨ | ૨૦-૦૩-૧૯૫૩ |
5 | શ્રી જે જી શાહ – આઇ. એ. એસ. | ૨૧-૦૩-૧૯૫૩ | ૦૯-૦૨-૧૯૫૬ |
6 | શ્રી એન.ડી.બુચ – આઇ. એ. એસ. | ૧૦-૦૨-૧૯૫૬ | ૦૫-૦૧-૧૯૫૯ |
7 | શ્રી વી.આર. મહેતા – આઇ. એ. એસ. | ૦૬-૦૧-૧૯૫૯ | ૨૮-૦૨-૧૯૬૧ |
8 | શ્રી આર.બી.શુક્લ – આઇ. એ. એસ. | ૩૦-૦૫-૧૯૬૧ | ૦૬-૦૬-૧૯૬૨ |
9 | શ્રી એસ.વી. ચંદોરીકર– આઇ. એ. એસ. | ૩૦-૦૬-૧૯૬૨ | ૨૪-૧૧-૧૯૬૨ |
10 | શ્રી એસ.એચ. જગડ – આઇ. એ. એસ. | ૨૫-૧૧-૧૯૬૨ | ૧૫-૦૪-૧૯૬૩ |
11 | શ્રી એલ. ડી. જોશી | ૧૬-૦૪-૧૯૬૩ | ૨૭-૦૪-૧૯૬૭ |
12 | શ્રી યુ.એમ. ભટ્ટ – આઇ. એ. એસ. | ૨૨-૦૫-૧૯૬૭ | ૦૪-૦૭-૧૯૬૭ |
13 | શ્રી એમ. શીવાગ્નમ– આઇ.એ.એસ. | ૦૫-૦૪-૧૯૬૭ | ૨૧-૧૧-૧૯૬૭ |
14 | શ્રી એ.ડી. જોશી – આઇ.એ.એસ. | ૦૭-૦૫-૧૯૬૮ | ૩૦-૦૪-૧૯૭૦ |
15 | શ્રી એમ.જી. પંડયા– આઇ.એ.એસ. | ૧૬-૦૫-૧૯૭૦ | ૨૩-૦૫-૧૯૭૧ |
16 | શ્રી એસ. ત્રિપાઠી, આઇ.એ.એસ. | ૨૪-૦૫-૧૯૭૧ | ૨૭-૦૩-૧૯૭૧ |
17 | શ્રી એસ.એલ. વર્મા, આઇ.એ.એસ. | ૨૮-૦૯-૧૯૭૧ | ૨૨-૦૮-૧૯૭૩ |
18 | શ્રી જી.આર. રાવ, આઇ.એ.એસ. | ૩૦-૦૮-૧૯૭૩ | ૦૮-૦૯-૧૯૭૪ |
19 | શ્રી વી.બી. બુચ, આઇ.એ.એસ. | ૦૯-૦૯-૧૯૭૪ | ૦૫-૧૦-૧૯૭૫ |
20 | શ્રી આર. રામભદ્રન, આઇ.એ.એસ. | ૦૬-૧૦-૧૯૭૫ | ૩૦-૦૬-૧૯૭૮ |
21 | શ્રી કે.સી. મહાપાત્ર, આઇ.એ.એસ. | ૦૧-૦૭-૧૯૭૮ | ૨૨-૦૬-૧૯૮૦ |
22 | શ્રી સુરેશ કુમાર, આઇ.એ.એસ. | ૨૩-૦૭-૧૯૮૦ | ૨૦-૦૭-૧૯૮૧ |
23 | શ્રી ડી. રાજગોપાલ , આઇ.એ.એસ. | ૧૭-૦૮-૧૯૮૧ | ૧૪*-૦૫-૧૯૮૩ |
24 | શ્રી જી.કે. દુદાણી, આઇ.એ.એસ. | ૧૫-૦૫-૧૯૮૩ | ૦૪-૦૮-૧૯૮૫ |
25 | શ્રી ચમનકુમાર , આઇ.એ.એસ. | ૦૫-૦૮-૧૯૮૫ | ૩૦-૦૬-૧૯૮૭ |
26 | શ્રી પી.કે.પુજારી, આઇ.એ.એસ. | ૦૫-૦૭-૧૯૮૭ | ૧૨-૦૨-૧૯૯૧ |
27 | શ્રી હસમુખ અઢીયા, આઇ.એ.એસ. | ૧૩-૦૨-૧૯૯૧ | ૧૧-૦૫-૧૯૯૨ |
28 | શ્રી સંજય ગુપ્તા, આઇ.એ.એસ. | ૧૨-૦૫-૧૯૯૨ | ૦૯-૦૮-૧૯૯૩ |
29 | શ્રી અનિલ મુકીમ , આઇ.એ.એસ. | ૧૯-૦૮-૧૯૯૩ | ૧૭-૦૪-૧૯૯૫ |
30 | શ્રી એમ.એસ.ડાગુર, આઇ.એ.એસ. | ૧૮-૦૪-૧૯૯૫ | ૧૮-૦૨-૧૯૯૬ |
31 | શ્રી બી.બી.સ્વેન , આઇ.એ.એસ. | ૧૨-૦૩-૧૯૯૬ | ૨૬-૦૫-૧૯૯૭ |
32 | શ્રી રાજકુમાર , આઇ.એ.એસ. | ૨૬-૦૫-૧૯૯૭ | ૧૭-૦૧-૨૦૦૦ |
33 | શ્રી ડી.બી.વોરા | ૧૮-૦૧-૨૦૦૦ | ૦૬-૦૨-૨૦૦૦ |
34 | શ્રી કે.એ.પટેલ, આઇ.એ.એસ. | ૦૭-૦૨-૨૦૦૦ | ૩૧-૦૮-૨૦૦૩ |
35 | શ્રી ડી.બી.વોરા | ૦૧-૦૯-૨૦૦૩ | ૧૦-૧૨-૨૦૦૩ |
36 | શ્રી એ.બી.પંચાલ, આઇ.એ.એસ. | ૧૦-૧૨-૨૦૦૩ | ૦૬-૦૬-૨૦૦૬ |
37 | શ્રી પી.એચ.શાહ, આઇ.એ.એસ. | ૧૨-૦૬-૨૦૦૬ | ૧૧-૧૧-૨૦૦૯ |
38 | શ્રી ડી.જી.ઝાલાવાડિયા, આઇ.એ.એસ. | ૧૧-૧૧-૨૦૦૯ | ૦૯-૦૮-૨૦૧૨ |
39 | શ્રી વી.પી.પટેલ, આઇ.એ.એસ. | ૦૯-૦૮-૨૦૧૨ | ૨૦-૦૪-૨૦૧૩ |
40 | શ્રી પ્રવીણ સોલંકી, આઇ.એ.એસ. | ૨૦-૦૪-૨૦૧૩ | ૦૨-૦૩-૨૦૧૫ |
41 | શ્રી બી.એન.પાની, આઇ.એ.એસ. | ૦૨-૦૩-૨૦૧૫ | ૨૧-૦૯-૨૦૧૬ |
42 | શ્રી હર્ષદ પટેલ, આઇ.એ.એસ. | ૨૨-૦૯-૨૦૧૬ | ૦૩ -૦૯ -૨૦૧૯ |
43 | શ્રી ગૌરાંગ મકવાણા, આઇ.એ.એસ. | ૦૩ -૦૯ -૨૦૧૯ | ૨૨-૦૬-૨૦૨૧ |
44 | શ્રી યોગેશ બબનરાવ નિરગુડે, આઇ.એ.એસ. | ૨૩-૦૬-૨૦૨૧ | ૧૨-૧૦-૨૦૨૨ |
45 | શ્રી રમેશ મેરજા, આઇ.એ.એસ. | ૧૩-૧૦-૨૦૨૨ | ૨૬-૧૦-૨૦૨૨ |
46 | શ્રી ડી.કે.પારેખ, આઇ.એ.એસ. | ૨૭-૧૦-૨૦૨૨ | ૧૧-૦૪-૨૦૨૩ |
47 | શ્રી આર.કે.મેહતા, આઇ.એ.એસ. | ૧૧-૦૪-૨૦૨૩ |